Psalms 81

1ઈશ્વર જે આપણું સામર્થ્ય છે, તેમની સમક્ષ મોટેથી ગાઓ;
યાકૂબના ઈશ્વર સમક્ષ હર્ષનાદ કરો.
2ગીત ગાઓ અને ઢોલક વગાડો,
સિતાર અને મધુર વીણા સાથે વગાડો.
3ચંદ્રદર્શન તેમ જ પૂનમના દિવસે
એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.

4કેમ કે એમ કરવું એ ઇઝરાયલને માટે વિધિ છે,

તે યાકૂબના ઈશ્વરનો હુકમ છે.
5જ્યારે તે મિસર દેશની સામે નીકળ્યા
ત્યારે તેમણે યૂસફમાં એ સાક્ષી ઠરાવી;
હું ઓળખતો નહોતો એવાની વાણી મેં ત્યાં સાંભળી,

6“મેં તમારા ખભાનો ભાર ઉતાર્યો;

તેના હાથ વજનદાર ટોપલાથી મુક્ત થયા.
7સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યા;
ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુત્તર આપ્યો.
મરીબાહનાં પાણી આગળ મેં તારી પરીક્ષા કરી.
સેલાહ


8હે મારા લોકો, સાંભળો, કેમ કે આ મારી ચેતવણી છે,

હે ઇઝરાયલ, જો તમે મારું સાંભળો, તો કેવું સારું!
9તારામાં કોઈ અન્ય દેવ ન હોવો જોઈએ;
તું કોઈ પારકા દેવની પૂજા કરીશ નહિ.
10તને મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર
તારો ઈશ્વર યહોવાહ હું છું.
તારું મુખ ઉઘાડ અને હું તેને ભરી દઈશ.

11પણ મારા લોકોએ મારી વાણી સાંભળી નહિ;

ઇઝરાયલે મારો આદર કર્યો નહિ.
12તેથી મેં તેઓને તેઓનાં હૃદયની હઠ પ્રમાણે ચાલવા દીધા
કે જેથી તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.

13મારા લોકો મારું સાંભળે

અને મારા લોકો મારા માર્ગોમાં ચાલે, તો કેવું સારું!
14તો હું તેઓના શત્રુઓને પરાજિત કરું
અને તેઓના વૈરીઓ વિરુદ્ધ મારો હાથ ઉપાડું.

15જેઓ યહોવાહને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી સંકોચાશે!

તેઓનું અપમાન સદાને માટે રહેશે.
હું શ્રેષ્ઠ ઘઉંથી તેઓને તૃપ્ત કરીશ;
ખડકમાંના મધથી હું તને સંતોષ પમાડીશ.”
16

Copyright information for GujULB